મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં,પોલીસે બાતમીના આધારે રેડ મારતા સન ફલાવર કારખાના સામે દારૂ સાથે સોનુભાઇ અમરૂભાઇ અમલીયાર ને પોલીસે પકડી પાડ્યો હતો,તે શખ્સ મૂળ મધ્યપ્રદેશ નો વતની હતો.તે શખ્સ પાસેથી ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-91 કુલ કિ.રૂ.44,350 નો મુદ્દામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

