માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામમાં વસતા ઈસરાણી પરિવારની યુવા ઇસરાની ટીમ દ્વારા ગત તા 26ના રોજ ઇશર ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત સ્નેહ મિલન સમારોહની સાથે સાથે ભજન ભોજન ભક્તિ એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વીર વિદરકા ગામના દાદા ઇશર દાસની આરતી કાર્યક્રમ બાદ શોભાયાત્રા નીકળી હતી આ ઉપરાંત મહા પ્રસાદ,હરિરસ દેવીયાણ પાઠ, મહા આરતી તેમજ ભોજન નું આયોજન થયું હતું આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ઇસરાણી પરિવારના ભાઈઓ બહેનો અને દીકરીઓ જમાઈ સહીતના મોટી સંખ્યામાં જોડાયા હતા

