મોરબી નજીક સામા કાંઠા વિસ્તારમાં આવેલા માળિયા વનાળીયા, ઉમિયાનગર,રામદેવનગર શક્તિ સોસાયટી સહિતના અલગ અલગ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના નઝરબાગ સંપની જૂથ ૨ યોજનામાં સમાવવામાં આવ્યા હતા જોકે આ વિસ્તાર આવી કાળઝાળ ગરમીમાં પાણી વિહોણા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે ભારે હાલાકીનો સામનો કરતા હોવાનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા એ આક્ષેપ કર્યો છે અનેં મુદે પાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.