મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી ખોખરા હનુમાન જવાના રસ્તા પાસે આવેલ લેપવિંગ સિરામિક સામેથી સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ તે દરમિયાન આરોપીની GJ-07-DA-0050 ના નંબરની સફેદ હુન્ડાઈ ક્રેટા કારમાં તપાસ કરતા ડેકીમાંથી નાનીમોટી દારૂની બોટલ નંગ-258,ટીનના બીયર નંગ-174 થતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-432 મળી કુલ રૂ.-95,820 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો,કાર સહીત કુલ રૂ.-3,95,820 નો મુદામાલ મળી આવ્યો હતો.આરોપી આમીર રફીકભાઇ મોગલ અને અનીશ રફીકભાઇ મોગલ પોલીસે પકડી પાડ્યા હતા થતા દારૂનો માલ આપનાર વિપુલભાઈની શોધખોળ ચાલી રહી છે. આ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

