મોરબી તાલુકાના જેપુર ગામમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ગામના પૂર્વ સરપંચના ઘર સહિત ૫ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અનેસોના ચાંદીના દાગીના રોકડ રકમ સહીત ૨૫ લાખથી વધુની કિમતની મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતા મોરબી તાલુકાપોલીસ તેમજ એસઓજી એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં વાહન ચોરી, ઘરફોડીની ઘટના સતત વધી રહી છે તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણ વધ્યું છે તસ્કર ટોળકીએ બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે ગત રાત્રીના આવી એક ઘટના મોરબી તાલુકાના જેપુર ગામમાં સામે આવી છે જે મુજબ મોરબી તાલુકાનાં જેપુર ગામમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયા,મગનભાઈ શેરસીયા હરેશભાઈ સાણજાના મકાન સહિતકુલ ૫ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈના મકાનના પાછળના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ પેટી પલંગ વેર વિખેર કરી નાખી હતી અને તેમાંથી ૬ લાખ રોકડા સોનાના બે ડોકિયા, ૫ સોનાની બુટ્ટી,૬ સોનાની વીટી સહીત ૨૮ તોલા દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત આસપાસના અન્ય મકાનમાં પણ ચોરી કરી હતી અંદાજીત ૨૫ લાખના મુદ્દામાલ પર તસ્કરો હાથ સાફ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સમેં આવી છે હાલ આં અગે પોલીસે ફરીયાદ નોધાવા તજવીજ હાથ ધરી છે

