મોરબી કંડલા બાયપાસ રોડ કામધેનું પાર્ટી પ્લોટ પાસે રૂદ્રસિંહ દરબાર, સુદો પટેલ અને વીરૂ દરબાર એ અમિતભાઇ દિલીપભાઇ સારડા સાથે અગાઉની જુની અદાવત રાખીને રૂદ્રસિંહ દરબાર એ અમિતભાઈ ને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ હતો તથા સુદો પટેલે અમિતભાઈ ને શરીરે ઢીકા પાટુનો માર મારેલ અને વીરુ દરબારે પાસે પાઇપ હોય જે એક દમ ઉશ્કેરાઇ જઇ અમિતભાઈના માથાના ભાગે પાઇપ મારતા માથાના ભાગે ઇજા થતા માથામાં બે ટાંકા આવેલ હતા તથા શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી.આ બનાવ અંગે અમિતભાઈએ તે ત્રણ શખ્સો સામે મારામારી કરવા અંગે મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી.