HomeGujaratટંકારામાં ઉછીના રૂપિયા પરત આપવા થોડો સમય માગનાર યુવકને ચાર શખ્સે ઢોરમાર...

ટંકારામાં ઉછીના રૂપિયા પરત આપવા થોડો સમય માગનાર યુવકને ચાર શખ્સે ઢોરમાર માર્યો

મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક પ્રભુ કૃપા ટાઉન શીપમાં રહેતાં જતીન મનસુખભાઈ દેસાઈ નામના વેપારી યુવાને ઇન્દ્રજીત સિંહ જાડેજા નામના શખ્સ પાસેથી ઉછીના સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા જે ચૂકવવાના બાકી હોય જેથી ઇન્દ્ર જીતે રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ જતીને હાલ તેની પાસે રૂપિયા ન હોવાથી થોડો સમય માગ્યો હતો. જોકે આરોપીઓ ઇન્દ્રજીતસિંહ જાડેજા,દિવ્યેશ પટેલ, અજય સિંહ ઝાલા અને એક અજાણ્યા શખ્સ સહિતનાએ ટંકારા મોરબી રોડ પર આવેલ ભારત પેટ્રોલિયમ પાસે જતીનને ફડાકા ઝીંકી દીધા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો વેપારીની ફરિયાદ આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW