(1)વાંકાનેરના રાતાવીરડા રોડ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
વાંકાનેરના રાતાવીરડા કલર કારખાના પાસે દારૂ સાથે દશરથભાઇ નવઘણભાઇ ડાભી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-500 મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)ટંકારાના ઓટાળા ગામે દારૂ ના જથ્થા સાથે મહિલા પકડાઈ
ટંકારાના ઓટાળા ગામે દેવીપુજક વાસ પાસે મનીષાબેન વિનોદભાઇ જખાણીયા પાસે દારૂ જથ્થો મળ્યો હતો.તે મહિલા શખ્સ પાસેથી કુલ રૂ.-120 મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.હાલ તે મહિલા ની અટક કરવાની બાકી છે.તે મહિલા શખ્સ સામે દારૂ અંગે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3)મોરબીના પરસોતમ ચોક પાસે દારૂ સાથે બે શખ્સો મળી આવ્યા
મોરબીના પરસોતમ ચોક પાસે સતવારા બોર્ડીંગની નજીક દારૂ સાથે મુમતાજબેન રફીકભાઈ જેડા ને પોલીસ દ્વારા પકડવામાં આવી હતી.તે શખ્સ પાસેથી કુલ રૂ.-180 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે મહિલા દારૂ વેચાણ કરવા અર્થે તૌફીક ઉર્ફે ભયલો ઈબ્રાહીમભાઈ ચાનીયા પાસેથી મેળવતી હતી.તેથી તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(4)મોરબીના સીયારામ સિરામિક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીમાં મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમીએ સીયારામ સીરામીક કારખાનામાં કામ કરી તેનું ગુજરાન ચલાવતો હતો, તે કારખાનાના લેબર કવાર્ટર માં રહેતો હતો.ગઈકાલે અગમ્ય કારણસર તેને કારખાનાના લેબર કવાર્ટરમાં દોરડા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ફરજ પરણ તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.ડો. જયદીપભાઈ એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
(5)વાંકાનેરના નવજીવન સોસાયટીમાં યુવકે અસીડ પી લેતા મોત
વાંકાનેરના નવજીવન સોસાયટી માં રહેતા દીપકભાઇ કાનજીભાઇ મકવાણા એ છેલ્લા ઘણા દિવસો થી બીપી ની બીમારી થી પીડાતા હતા.અને તેને તે બીમારીની ઘણી સારવાર કરાવા છતાં પણ તેની બીમારી દુર ન થઇ બાદમાં તે માનસિક રીતે કંટાળી જઈ છ વાગ્યા પોતાના ધરે જાતેથી એસીડ પી લીધું હતું. ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો.હીરેનભાઇ મકવાણા અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
(6)મોરબીના પૂનમ કેસેટ પાસે ચેક બાઉન્સ થવા અંગે મારામારી
મોરબીના પૂનમ કેસેટ પાસે અલીભાઇ આરીફભાઇ કાસમાણી નાએ આદીલભાઇ ગફારભાઇ સોલંકી કહ્યું કે કેમ મારા ભાઇએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે અને તે બાબતે ખાર રાખી આદીલભાઇ ગફારભાઇ સોલંકી સાથે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી અને તોફીક આરીફભાઇ કાસમાણી,સમીર આરીફભાઇ કાસમાણીએ આવીને આદીલભાઇ ગફારભાઇ સોલંકી ને ઢીકા પાટુનો માર માર્યો હતો.તોફીક આરીફભાઇ કાસમાણી એ લોખડના પાઇપ વડે પગના ભાગે એક ઘા મારેલ અને પગે તથા શરીરે મૂઢ ઇજા કરી હતી.આ બનાવ અંગે આદીલભાઇ ગફારભાઇ સોલંકીએ આ ત્રણ શખ્સો સામે મારામારી મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

