કીર્ગીસ્તાનના બીશ્કેકમાં ગત તા13 ના રોજ ઈજીપ્ત અને કિર્ગિઝ છાત્રો વચ્ચે ઝઘડો થયો હતો જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો આ દરમિયાન ગત તા 17ના મોડી રાત્રે બીશકેકમાં રહેતા ભારત પાકિસ્તાની અને બાંગ્લ્દેશી છાત્રો સાથે મારપીટ થઇ હોવાની ઘટના બની હતી આ ઘટનામાં અનેક છાત્રોને સામાન્યથી લઇ ગંભીર ઈજા પહોચી હોવાના અહેવાલ મળી રહ્યા છે તો સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની છાત્રોના મોત થવાના દાવા કરવામાં આવી રહ્યા છે ઘટના સામે આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલય સક્રિય બન્યું હતું અને કિર્ગીસ્તાન સરકારના વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરી છાત્રોની સુરક્ષા બાબતે પગલા લેવા અપીલ કરી હતી આ ઉપરાંત ભારતીય છાત્રો માટે પણ એડવાઇઝરી જાહેર કરી હતી અને હોસ્ટેલ બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ આખા મામલા પર નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે 24*7 ઇમર્જન્સી નંબર 0555710041 જાહેર કર્યો છે.