મોરબી શહેરમાં દિન પ્રતિદિન પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ અવાર નવાર અલગ અલગ સ્થળોએ લુખ્ખા આવારા તત્વો સામાન્ય લોકોને રંજાડી રહ્યા છે અવાર નવાર લોકો ને છરી બતાવી કે અન્ય હથીયાર બતાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે પરંતુ પોલીસ જાણે મુક પ્રેક્ષક બનીને તમાસો જોવા માટે રાખી હોય તેમ આવા તત્વો સામે કડક એક્શન ન લેવાના કારણે તેઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે મોરબીના વજેપર વિસ્તારમાં આવા જ એક લુખ્ખા તત્વે શાકભાજી વેપારીને છરી બતાવી તેની પાસેથી રૂ 15ની લૂટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે વેપારીએ આ ઘટના માં હાલ લુખ્ખા તત્વ સામે ફરિયાદ નોધાવી છે હવે પોલીસ આ શખ્સ સામે શું એક્શન લેશે તે જોવાનું રહ્યું ?
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારીયા નામના વેપારીની લુહાણાપરા શેરી નં-૦૩ માં આવેલા શાકભાજીની દુકાને સિપાઈ વાસમાં રહેતો હુશેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઇ સિપાઇ નામનો શખ્સ ધસી આવ્યો હતો અને દીપકભાઈ પાસે રૂ 200 ની માંગણી કરી હતી જોકે વેપારીએ રૂપિયા આપવાની નાં પડતા લુખ્ખા તત્વને જાણે કાયદાની બીક જ ન હોય તેમ ખુલ્લે આમ છરી કાઢી હતી અને પેટમાં ઘુસાડી દઈ પતાવી દેવાની ધમકી આપી હતી અને દુકાનના થડામાં શાકભાજી વેચાણના આવેલા રૂ 15000ની લૂટ ચલાવી ફરાર થઇ ગયો હતો બનાવ બાદ વેપારીએ આરોપી હુસેન ઉર્ફે ઢીંગલી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

