ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે આ વર્ષે બન્નેનું પ્રવાહનું પરિણામ સંતોષ કારક રહ્યું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૨ ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું હતું તો 94.91 ટકા સાથે ટોપ 10 જીલ્લો રહ્યો છે
મોરબી જીલ્લામાં લેવાયેલ ધોરણ 12 સમાન્ય પ્રવાહમાં 6193 છાત્રો નોધાયા હતા જેમાંથી 5870 છાત્રો ઉતીર્ણ થયા છે ટકાવારી પ્રમાણે સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું છે અહી 96.91 ટકા પરિણામ રહ્યું છે હળવદ કેન્દ્રમાં 1425 છાત્રો નોધાયા હતા જેમાંથી 1381 છાત્રો ઉતીર્ણ થયા છે તો બીજી તરફ મોરબી કેન્દ્રમાં 3106 છાત્રો નોધાયા હતા જેમાંથી 2936 છાત્રોએ પરીક્ષા પાસ કરી છે જયારે 170 છાત્રો નાપાસ જાહેર થયા છે મોરબી કેન્દ્રનું પરિણામ 94.68 ટકા પરિણામ રહ્યું હતું ટંકારા કેન્દ્રનું પરિણામ 96 .07 ટકા રહ્યું છે ટંકારામાં 637 છાત્રોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 611 છાત્રો એ પરીક્ષા પાસ કરી છે.વાંકાનેર કેન્દ્રની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી નીચું પરિણામ 92.51 ટકા રહ્યું છે. 1124 છાત્રોએ પરીક્ષા આપી હતી જેમાંથી 1038 છાત્રો ઉતીર્ણ થયા છે આ કેન્દ્રનું પરિણામ 92 .51ટકા રહ્યું છે
જિલ્લામાં આ વર્ષે 185 છાત્ર A1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે આ ઉપરાંત 1096 છાત્રને A2,1538 છાત્રોને B1 ગ્રેડ 1576 છાત્રોને B2 1063 છાત્રો C1,391 છાત્રોએ C2 ગ્રેડ મેળવ્યા છે તો 21 છાત્રો D ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે

