મેં મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આચકા અનુભવાઈ રહ્યા છે ગઈ કાલે કચ્છ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો આચંકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ દયાપર ગામ નજીક નોધાયું હતું તો આજે પણ સોરઠ પંથકની ધરા ધ્રુજી હતી તાલાલા પંથકમાં બુધવારે બપોરે ૩ વાગ્યેને 14 મીનીટે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદ સાસણ નજીક આવેલા ભોજદે ગામ પાસે નોધાયું હતું તો આ આંચકાની બીજી ત્રણ મિનીટ એટલે કે 3.17 મીનીટે અન્ય એક આચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ સાંસણમાં નોધાયું હતું સોરઠમાં માત્ર ત્રણ મિનીટના ગાળામાં બે આંચકા અનુભવાયા હતા આ કાળ ઝાળ ગરમી વચ્ચે ભૂકંપ આચકા અનુભવ થતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો

