HomeGujaratમોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમનું ૧૧ મેં ના રોજ નિ:શુલ્ક નિદાન કેમ્પનું...

મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમનું ૧૧ મેં ના રોજ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન


મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર અને મારવાડી યુનિવર્સિટી મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૧ મેં ને શનિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.
૧) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).
૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે
૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ
૪) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.
૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો
૬) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ
૭) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે
૮) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.
૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

કેમ્પ માં સામેલ નિષ્ણાંત ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરોની ટીમ:
ડૉ. આશિષ કકકડ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) લકવા-પેરાલીસીસ, મગજ, કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પૂજા વોરા (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પંકજ જયસ્વાલ (ઓર્થો ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સાંધા અને સ્નાયુની કસરતનાં નિષ્ણાંત, ડૉ. કુલદીપ રામાવત (કાર્ડિઓ- પાલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ), ડૉ. શાહરૂખખાન ચૌહાણ (ઓર્થો- સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સાંધા, સ્નાયુ અને રમતમાં થતી ઇજાના નિષ્ણાંત, ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત,

નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬, ૯૦૯૯૯૮૦૧૫૧
પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW