HomeGujaratમાળિયા -કચ્છ હાઈવે પર હરીપર પાસે બે ટ્રક વચ્ચે ટક્કર ક્લીનરનું મોત

માળિયા -કચ્છ હાઈવે પર હરીપર પાસે બે ટ્રક વચ્ચે ટક્કર ક્લીનરનું મોત

માળિયા મિયાણા કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટિયા પાસે દેવ સોલ્ટ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક ડીવાઈડર કુદાવી સામેથી આવતા એક ટ્રકને ઠોકર મારી હતી આ ઘટનામાં  ટ્રક ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા પહોચતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટુકી સારવાર બાદ ક્લીનરનું મોત થયું હતું જયારે ટ્રક ચાલકની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની વિક્રમ કુમાર રામ પ્રવેશ સિંગ નામનો ૨૬ વર્ષીય ટ્રક ડ્રાઈવર તેની પાસે નો જીજે ૧૨ બી વી ૮૧૧૩ નંબરના ટ્રકમાં થાનગઢથી માલ ભરી ગાંધી ધામ તરફ જતો હતો તે દરમિયાન વહેલી સવારે   માળિયા મિયાણા કચ્છ નેશનલ હાઈવે પર  હરીપર ગામના પાટિયા પાસે એક ટ્રક બ્રેક ડાઉન થયેલ હાલતમાં રોડની વચ્ચે ઉભો હોવાથી તેઓ ટ્રક ધીમો કર્યો હતો તે દરમિયાન અચાનક સામેથી રોંગ સાઈડમાં  જીજે૨૭ ટીટી ૩૭૨૮ નંબરનો ટ્રક બેકાબુ બની ડિવાઈડર કુદાવી તેમના ટ્રક પાસે ધસી આવ્યો હતો અને ક્લીનર સાઈડ ટક્કર મારી હતી અચાનક બનેલી આ ઘટનાથી ટ્રકમાં મોટા પાયે નુકશાન થયું હતું સાથે સાથે ટ્રકમાં સવાર ક્લીનર એસ ભવાની તેમજ ટ્રક ચાલક વિક્રમ કુમાર સિંગ ને ગંભીર ઈજા પહોચતા બેભાન થઇ જતા ૧૦૮ મદદથી બન્નેને સારવાર અર્થે પ્રથમ માળિયા મિયાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં ટ્રકના ક્લીનર એસ ભવાનીને મૃત જાહેર કર્યા હતા જયારે વિક્રમ કુમાર સિંગ ને સારવાર અર્થે ખસેડાયો હતો બનાવ અંગે ટ્રક ચાલક વિક્રમે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW