મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે હડકાયા થયેલા શ્વાને મોરબીના નઝરબાગ વિસ્તારમાં આવેલી ગાંધી સોસાયટીમાં ગઈકાલે રીત સરનો કહેર મચાવ્યો હોય તેમ અલગ અલગ સ્થળે લોકોને બચકા ભર્યા હતા આ શ્વાને બાળકો મહિલા વૃદ્ધને કરડતા આં વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ગઈ કાલે આ વિસ્તારમાં ૧૦થી વધુ લોકો ને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું ગઈ કાલ સુધીમાં સીવીલ હોસ્પિટલમાં ૨ વર્ષની ખ્યાતી જગદીશભાઈ ,હંસાબેન મહેશભાઈ.હિતેશભાઈ સોલંકી ઈબ્રાહીમ સહિતના લોકોને બચકા ભરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

