HomeGujaratવાંકાનેરમાં બે પરિવારના ઝઘડામાં 6 શખ્સે જમાઈને લમધારી નાખ્યો

વાંકાનેરમાં બે પરિવારના ઝઘડામાં 6 શખ્સે જમાઈને લમધારી નાખ્યો

વાંકાનેરના ભોજપરા વસાહતમાં બાંભાણીયા પરીવાર અને પરમાર પરીવાર વચ્ચે દીકરી ની લેતી દેતી બાબતે ધણા સમય થી ઝધડો ચાલતો હોય અને ખોડુનાથ ગોરખનાથ ભાઠી પણ પરમાર પરીવારનો જમાઈ હોય અને ભોજપરા ગામમા જ રહેતો હોય જે વાત નો ખાર રાખી આરોપી મોડ નાથ મીલ્ખાનાથ બાંભાણીયા, કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયા, જોગનાથ કાશનાથ બાંભાણીયા,શાહરૂખનાથ બાકનાથ બાંભાણીયા, શાયરનાથ હજુરનાથ બાંભાણીયા,હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા, ચેતનનાથ મીલ્ખાનાથ બાંભાણીયા સહિતના આરોપીઓ તેની બોલેરો પીકઅપ ગાડીમાં આવી યુવાન એક્ટીવા મો.સા પાછળ કરતા ફરીયાદી ઉભો રહી જતા મોડ નાથ મીલ્ખાનાથ બાંભાણીયા બોલેરો માથી નીચે ઉતરી તેના હાથમા રહેલ લાકડીથી યુવકને મારવા જતા ફરી. એ ડાબો હાથ આડો કરતા ફરી.ને ડાબા હાથના કાંડા પર મુંઢ ઈજા કરેલ હોય તેમજ આરોપી કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયાએ તેના હાથમા રહેલ લોખંડ નો પાઈપથી ખોડુંનાથ માથામાં પાછળ ની બાજુ મારી મુંઢ ઈજા પહોચાડી હતી તથા જોગનાથ કાશનાથ બાંભાણીયાએ તેના હાથમા રહેલ લોખંડનો સળીયો યુવકને માથામાં ડાબી બાજુ મારતા બેભાન થઇ ગયા હતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW