HomeGujaratમતદાનનાં દિવસે મતદાન મથકના ૧૦૦ મી.ના વિસ્તારમાં અન અધિકૃત લોકોના એકત્રિત પ્રવેશ...

મતદાનનાં દિવસે મતદાન મથકના ૧૦૦ મી.ના વિસ્તારમાં અન અધિકૃત લોકોના એકત્રિત પ્રવેશ પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન થાય તથા મતદાન મથકોની આસપાસનાં વિસ્તારોમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ લોકસભાની ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા, મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા-લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરમાનુ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી-કર્મચારીઓને સોંપવામાં આવી છે તે તમામ અધિકારી-કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર,ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન-ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW