માળિયા મિયાણા શહેરના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં બે વર્ષ પહેલા કૌટુંબિક પરિવાર વચ્ચે વાડીના શેઢે ઢોર ચરાવવા મુદે ઝઘડો થયો હતો જેમાં એક પક્ષ દ્વારા માતા પુત્ર પર જીવલેણ હુમલો કરતા બન્નેના મોત થયા હતા અને આ ઘટનામાં જેતે સમયે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી આ ફરિયાદ આધારે પોલીસે પકડી પડેલા આરોપીને કોર્ટે આજે આજીવન કેદ અને રૂ ૪ લાખનો દંડ ફટકાર્યો છે
બનાવની મળતી માહિતી મુજબ ,માળિયા મિયાંણા શહેરના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ઇશાભાઇ હબીબભાઈ મોવરનો દીકરો હબીબ ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો હતો અને તે દરમિયાન શેઢા પાસે ઇશાભાઇનો ભત્રીજો શાહરૂખ યુસુફભાઈ મોવર ભેસ ચરાવતો હતો જેથી હબીબે શાહરુખને ભેસના કારણે પાકને નુકશાન થતું હોવાથી ભેસ ન ચરાવવા જણાવ્યું હતજોકે આ બાબતે શાહરુખને ખોટું લગતા તેની સાથે ઝઘડો કર્યો હતો અને શાહરૂખે હબીબને છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા આ દરમિયાન પુત્ર હબીબને બચાવવા વચ્ચે આવેલા ઝરીન બેન પર આરોપીએ છરી વડે હુમલો કરી દેતા તેને ગંભીર ઈજા પહોચતા તેમના મોત થયા હતા આ બનાવમાં ઇશાભાઇએ શાહરૂખ યુશુફભાઈ મોવ્ર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો પોલીસ તપાસ પૂર્ણ થતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં પહોચ્યો હતો અને સેકન્ડ એડીશ્નલ જજ વિરાટ કે બુદ્ધની કોર્ટમાં કેસનું હિયરીંગ ચાલ્યું હતું જેમાં સરકારી વકીલ સંજય સી દવે દ્વારા કેસ લગતી દલીલો કરી હતી અને આરોપી વિરુદ્ધમાં ૧૯ મૌખિક અને ૪૬ લેખિત દસ્તાવેજ રજુ કર્યા હતા અને આ દસ્તાવેજ આધારે જજ વિરાટ કે બુદ્ધે આરોપી શાહરૂખ યુશુફ મોવરને કસુરવાર ઠેરવી આજીવન કેદ તેમજ રૂ ૪ લાખનો દંડ ફટકાર્યો હતો

