દ્વારકા દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાયો અક્સ્માત
જામનગર મોરબી હાઇવે પર આવેલા લાતિપર ગામ પાસે વ્હેલી સવારે જીજે 36એફ 720 નંબરની અલ્ટો કાર અચાનક બેકાબૂ બનીને રોડની સાઈડ પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં. નિર્મળા બેન રાજેશભાઈ સોનરાજ નામના65 વર્ષીય વૃદ્ધ તેમજ ગૌરીબેન રામ કુમાર રેણુકા નામના બે વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે કાર ચાલક 39 વર્ષીય શકિતભાઈ રાજેશભાઈ બારોટ તેમના પત્ની જલ્પાબેન પુત્રી આસ્થા,તુલસી અને જીનલ ને ઈજા પહોંચી હતી
ઘટનાની જાણ થતાં108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.હાલ કાર કોઈ કાર સાથે અથડાય બાદ પલ્ટી મારી ગઈ કે અન્ય કોઈ કારણસર બેકાબૂ બની તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે અક્સ્માત ની તપાસ હાથ ધરી છે.

