HomeGujaratમોરબી જિલ્લા અપમૃત્યુની ચાર ઘટના:અલગ અલગ સ્થળે સગીરા સહીત 4 ના મોત

મોરબી જિલ્લા અપમૃત્યુની ચાર ઘટના:અલગ અલગ સ્થળે સગીરા સહીત 4 ના મોત

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલા ધ્યેય સિરામિક નામની ફેકટરીમાં કામ કરતો રણજીત ભેરુંભાઈ ગીનવા નામનો ૩૬ વર્ષીય મજૂર માટી વિભાગમાં કામ કરતો હતો તે દરમિયાન માટીના સાયલામાં પડી જતાં માટી નીચે દબાઈ ગયો હતો. જેના તેનું મોત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના બરવાળા યુવકે ફાંસો લગાવી કર્યો આપધાત 

મોરબીના બરવાળા ગામ નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા ઝાડ નીચે નરેશ જીણાભાઇ ખાંભલા નામના યુવકે અગમ્ય કારણસર ફાંસો લગાવી આપધાત કરી લીધો હતો જે બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પીટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

મોરબીના જસમત ગઢમાં પાણીની કુંડીમાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલા સેનવિસ સિરામીક નામની ફેકટરીમાં રહી મજૂરી કામ કરતો ચરણભાઈ શંભુભાઈ  નામનો મજૂર ગઈ કાલે ફેકટરીની પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરના અદેપર પાસે કપડાં ધોતી સગીરાનું નદીમાં પડી જવાથી મોત

વાંકાનેર તાલુકાના આદેપર ગામમાં વાડી વિસ્તરમાં રહેતી મૂળ એમપીના ધાર જિલ્લાની વતની ટીનાબેન રામુભાઇ બીલવા નામની સગીરા અદે પર પંચાસિયા રોડ પર આવેલા પુલ નીચે નદીમાં પાણીમાં કપડાં ધોતી હતી તે દરમિયાન તેનો પગ લપસતાં નદીમાં પડી હતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અક્સ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW