Wednesday, May 15, 2024
HomeGujaratક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ-2, ભાજપ વિરોધમાં મતદાન કરાવવા માટે ધર્મ રથનું આયોજન...

ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ-2, ભાજપ વિરોધમાં મતદાન કરાવવા માટે ધર્મ રથનું આયોજન જુઓ શું છે સમગ્ર મામલો?

પરસોતમ રૂપાલા દ્વારા જે રીતે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં સતત વિરોધનો વંટોળ વધી રહ્યો છે. ત્યારે હવે પરસોતમ રૂપાલા હટાવવાની માંગ ન સંતોષતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દેવામાં આવ્યું છે . અને તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લામાં ધર્મ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મરથ દરેક જિલ્લાની અંદર બુથ લેવલ તેમજ ગામે ગામ ફરી ભાજપ વિરોધી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ભાજપના કાર્યક્રમમાં કાળા વાવતા ફરકાવવામાં આવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે

છેલ્લા ત્રણ દિવસ માં સુરેન્દ્રનગર જિલ્લાની તેમજ ભૌગોલિક રીતે જોડાયેલા હળવદ તાલુકાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપ વિરોધી પ્રચાર કરશે .

ત્યારે આજરોજ આ ધર્મ રથ હળવદના ત્રણ રસ્તા પાસે પહોંચ્યો હતો. જેમાં વિવિધ સમાજના લોકોએ આ રથનું સ્વાગત કર્યું હતું જ્યારે આ રથ ત્રણ રસ્તા થી સરા ચોકડી સુધી આ રથ ફરશે અને ત્યારબાદ દીઘડિયા શક્તિ માતાજીના મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ક્ષત્રિય સમાજની સભા પણ યોજાશે.

ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ ની જો વાત કરીએ તો

જે પ્રકારે પરસોતમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી અને ક્ષત્રિય સમાજ એ દરેક જિલ્લામાં સંમેલન તેમજ રેલીયો યોજી હતી ત્યારબાદ રાજકોટના રતનપર ગામ પાસે ક્ષત્રીય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. પરંતુ પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નહોતી થઈ ત્યારબાદ અનેક અલ્ટીમેટ આપવામાં આવ્યા પરંતુ પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ શરૂ થયું છે. જેમાં દરેક જિલ્લાની અંદર ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મ રથ દરેક વોર્ડ તેમજ દરેક ગામની અંદર ફરશે અને ભાજપ વિરોધી પ્રચાર કરશે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 30 થી વધુ ગામો માં આ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપને કઈ રીતે હરાવવું તે માટેના પ્રયાસો કરશે આ સાથે ગામે ગામ તેમજ બુથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન માટે ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની પણ રચના કરવામાં આવી છે જોકે એક તરફ ભાજપના દિગ્ગજો ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દૂર કરી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રીય સમાજના આગેવાનો ધર્મરથ લઈને ઠેર ઠેર ભાજપ વિરોધી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર કોઈ સુખદ અંત લાવી અને ક્ષત્રિય સમાજને ભાજપ તરફ વાળીને ભાજપ સફળ રહેશે કે પછી ક્ષત્રિય સમાજ આ ધર્મ રદ થી ભાજપ વિરોધી મતદાન કરવામાં સફળ રહેશે તે તો આવનારા દિવસો જ બતાવશે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,959FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW