Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ,21942 હેકટરમાં થઈ વાવણી

મોરબી જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ,21942 હેકટરમાં થઈ વાવણી

ઔધોગિક જિલ્લા મોરબીમાં સમ્રુધ્ધ ખેતી જિલ્લામાં હાલ ઉનાળુ પાકનું વાવેતર હવે પૂર્ણ થઈ ગયું છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં કુલ 21942 હેક્ટરમાં ઉનાળુ પાક વાવેતર થયું છે. તેમાં પણ સૌથી હળવદ તાલુકામાં 16328 હેકટર વાવેતર થયું છે. જ્યારે સૌથી ઓછું 180 હેકટર માળિયા તાલુકા માં વાવેતર થયું છે. જોકે આ વાવેતર ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં 24,200 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ ગત વર્ષ કરતા 2258 હેકટર વાવેતર ઓછુ થયુ છે.

આ વર્ષે અગત્યની વાત એ છે કે છેલ્લા બે વર્ષોથી ખેડૂતો બાજરી કઠોળ ના બદલે તલ પાકના વાવેતર તરફ વળ્યા છે. વર્ષે જિલ્લામાં 15240હેંકટરમાં તલનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે ગત વર્ષે 13,200 હેક્ટરમાં વાવેતર થયું હતું.

જેની સામે મોરબી જિલ્લામાં 395 હેક્ટરમાં જ મગફળી વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા પણ ઓછું છે ગત વર્ષે 500 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવેતર થયું હતું આવી સ્થિતિ બાજરી પાક માં છે મોરબી જીલ્લામા ગત વર્ષે 2500 હેક્ટરમાં બાજરીનું વાવેતર હતું આ વર્ષે તેમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે આ વર્ષે માત્ર 900 હેક્ટર વાવેતર છે આ બન્ને પાક સામે મોરબી જિલ્લામાં તલનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે મોરબી જિલ્લા માં આ વર્ષે 15240 હેક્ટરમાં વાવેતર થયું છે ગત વર્ષે જિલ્લામાં માત્ર 13,200હેકટર જ વાવેતર થયું હતું

મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષ થી ઉનાળુ પાક વાવેતરની પેટર્નમાં બદલવા આવ્યો છે મોરબી જિલ્લામાં અગાઉ ઉનાળુ મગફળીનું વાવેતર વધુ જોવા મળતું હતું પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડુતો તલનું વાવેતર વધુ કરી રહ્યા છે અને તેનું કારણ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચોમાસાની શરુઆત અનિયમિત થતા મગફળી પાકમાં નુકશાન થવાની શક્યતા વધી હતી પરિણામે ખેડૂતો ઉનાળુ પાક તરીકે ઓછ સમય અને ઓછા ખર્ચમાં તૈયાર થતા પાકના વાવેતર તરફ વળ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષથી ઉનાળુ વાવેતરમાં મગફળી નું ઉત્પાદન નહિવત જોવા મળ્યું છે જેની સામે તલના વાવેતરમાં વધારો થયો છે ઓછા પાણી અને ઓછા ખર્ચ માં તૈયાર થતા આ પાકને અનુકુળ વાતવરણ પણ આ વર્ષે બન્યું છે

આ વર્ષે મોરબી જિલ્લામાં માત્ર 395 હેક્ટરમાં જ મગફળી વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા પણ ઓછું છે ગત વર્ષે 500 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવેતર થયું હતું આવી સ્થિતિ બાજરી પાક માં છે મોરબી જીલ્લામા ગત વર્ષે 2500 હેક્ટરમાં બાજરીનું વાવેતર હતું આ વર્ષે તેમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે આ વર્ષે માત્ર 900 હેક્ટર વાવેતર છે આ બન્ને પાક સામે મોરબી જિલ્લામાં તલનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે મોરબી જિલ્લા માં આ વર્ષે 15,240 હેક્ટરમાં વાવેતર થયું છે ગયા વર્ષે 13 200 હેક્ટર જ વાવેતર હતું ગત વર્ષ કરતા 2040 હેક્ટરમાં તલનું વાવેતર વધ્યું છે. આ સિવાય અન્ય પાકની વાત કરીએ 85 હેક્ટરમાં મગ, 662 હેક્ટરમાં શાકભાજી અને 4515હેક્ટર માં ઘાસ ચારો તેમજ 173 હેક્ટરમાં ગુવારગમનું વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં ઉનાળુ સીઝનમાં 21942 હેક્ટરમાં વાવેતર થયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,945FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW