HomeGujaratમોરબીના વેપારીએ રૂ 8 લાખનું વ્યાજ ચુકવ્યા છતાં વ્યાજખોરે કોરા ચેક પર...

મોરબીના વેપારીએ રૂ 8 લાખનું વ્યાજ ચુકવ્યા છતાં વ્યાજખોરે કોરા ચેક પર સહી કરાવી પડાવી લીધા

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને સિરામિક ટાઈલ્સના ટ્રેડીંગ વ્યવસાય સાથે જોડાયેલ રમેશભાઇ તળશીભાઇ ડઢાણીયા નામના વેપારીને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી કોયલી ગામના મુકેશભાઇ ડાંગર નામના શખ્સ પાસેથી 8 મહિના પહેલા દરરોજના 700 રૂપિયા વ્યાજ લેખે 5 લાખ લીધા હતા જેનું સમયસર વ્યાજ ચુકવવામાં આવ્યું હતું આ દરમિયાન ધંધામાં વધુ રૂપિયાની જરુર હોવાથી રૂ ૩ લાખ લીધા હતા જેનું પણ સમયસર વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપી મુકેશે રૂપિયાની પઠાણી ઉઘરાણી શરુ કરી હતી અને ધાક ધમકી આપવાની શરુ કરી હતી તેમજ તેની પાસેથી બેન્કના કોરા ચેક પર સહીઓ લેવડાવી તે ચેક પણ પડાવી લીધો હતો આ દરમિયાન ધંધામાં ખોટ આવતા 10 દિવસનું વ્યાજ ચૂકવવાનું રહી ગયું હતું જેથી આરોપીએ તેને ધમકાવી ગાળો આપી વ્યાજ નહી ચુકવે તો મોરબીમાં રહેવા નહી દઉ તેવી ધમકી આપી હતી વ્યાજખોરોના ત્રાસથી રમેશભાઈએ આરોપી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW