HomeGujaratકાળઝાળ ગરમીના કારણે વીજ વપરાશમાં દૈનિક 13 હજાર મેગાવોટથી વધી 15 હજાર...

કાળઝાળ ગરમીના કારણે વીજ વપરાશમાં દૈનિક 13 હજાર મેગાવોટથી વધી 15 હજાર મેગાવોટ થયો

સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં માર્ચ એન્ડીગમાં સૂર્ય દાદાએ દબાતા પગલે પકડ જમાવ્યા બાદ એપ્રિલની શરૂઆતમાં ગગનગોખેથી આગ ઝરતી ગરમ લુ વરસાવતા જનજીવન આકુલ વ્યાકુળ થઈ ગયું છે. સવારના દસ વાગ્યાથી સૂરજ દાદા મેદાને આવી બપોર પછી તો કોપાયમાન બનીને ભુક્કા કાઢી નાખતા લોકોને અંગ દઝાડતી લુથી બચવા બને ત્યાં સુધી ઘર કે બીજા નોકરી કામ ધંધાના સ્થળેથી બહાર નીકળવાનું ટાળે છે.

મોરબીમાં કાળઝાળ ગરમીએ ભારે હાહાકાર મચાવ્યો છે. શરૂઆતમાં સૂરજ દાદાએ પૃથ્વીને અગનભઠ્ઠીમાં ફેરવી દીધી છે કે, આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી પર કરી જતાં મોરબી જિલ્લામાં વીજ વપરાશમાં ઘણો જ વધારો થયો છે. ઠંડી ના કારણે વીજ વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના કારણે મોરબી ડિવિઝનમાં ફેબ્રુંઆરી મહિનામાં દૈનિક 13,944 મેગાવોટ /અવરનો વીજ વપરાશ હતો હવે જિલ્લામાં કાળઝાળ ગરમી પડતી હોવાના કારણે લોકો ગરમીથી રાહત મેળવવા એસી,કુલર પંખાનો સહારો લેઈ રહ્યા છે પરિણામે વીજ વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં વધીને એક દિવસનો વીજ વપરાશ સરેરાશ 15, 044 મેગાવોટ/અવર થયો છે. કાળઝાળ ગરમીના કારણે એસી, કૂલર પંખા ફ્રીઝ સહિતના ઉપકરણોનો વપરાશ વધતા વીજ વપરાશમાં વધારો નોંધાયો છે. જ્યારે શહેરમાં આવેલા એસી, ફ્રીજ, પંખા, કુલર સહિતના ઠંડા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના નાના મોટા શો રૂમમાં ખરીદી થઇ રહી છે. આ ઉપરાંત લોકો ગરમ લુથી બચવા લિબુ સરબત, ધરતીની મીઠાસ શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને ઠંડા ઠંડા કુલ કુલ આઈસ ગોલા, મલાઈ સાથેની ચટાકેદાર લસ્સી તેમજ વિવિધ ફળોના રસનું સેવન કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW