મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતા ફોનમાં વાતચીત કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે બરાબરની જામી પડી હતી અને થોડીવાર બન્ને પક્ષો આમને સામને આવી જતા બઘડાટી બોલી ગઈ હતી. બન્ને પક્ષના લોકોએ એકબીજા ઉપર હુમલો કરીને એક પક્ષે સામાપક્ષની ચંપલની રેકડોમાં આગ ચાંપી દીધી હતી. આથી એક વૃદ્ધાનું દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા ઉ.વ. 60 નામના વૃધ્ધાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેમના પુત્ર નવઘણને સામાપક્ષના વેલાભાઈ રાવળ, જયુભા દરબારને ફોનમાં તું તું મેં મે થઈ હોય તેનો ખાર રાખી અજાણ્યા બેથી ત્રણ માણસોને સાથે રાખી ઘેર આવી નવઘણને માર મારી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી બીજા પુત્રને બાઈક સ્લીપ થતા પગમાં લાગી જતા દવાખાને જતા ત્યાં જઈ ને પણ માથાકૂટ ફરી ફરિયાદી પક્ષના ગૌરીબેનના ઘેર જઈ ચંપલની લારી સળગાવી નાખી હતી. બનાવ વખતે ઘરે હાજર મનુભાઈ ડુંગરા ગંભીર રીતે દાઝી જતા તેનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.
સમાપક્ષે શનિ ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકિયાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના મિત્ર જયુભા દરબાર સાથે ચાલીને જઈ રહ્યા હોય ત્યારે સામાપક્ષના નવઘણ તેના ઘર પાસે શનિ ઉર્ફે વેલાએ નવઘણને ફોનમાં કેમ જેમ તેમ બોલે છે કહેતા આરોપી નવઘણ અને નવઘણના ભાણેજે બોલાચાલી કરી ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દેતા હાથમાં ઇજાઓ પહોંચી હતી.
સંપૂર્ણ તપાસ થયા બાદ આગળની કાર્યવાહી કરાશે
મોરબી બી ડિવિઝનના મહિલા પીએસઆઇ એસ.વી.સામાણીએ જણાવ્યું હતું કે, આ ઘટના કોઈ અંગત અદાવતમાં બની હોય એવું લાગતું હોય પણ બધા પાસાની તપાસ તેમજ આગ ચાંપી સહિતની બાબતે એસએસએલ તપાસ કરીને જે રિપોર્ટ આપે એ મુજબ કાર્યવાહી થશે એટલે આ કેસમાં વૃદ્ધનું મોત થયું હોય એના વાવડ મળતા હવે કઈ કાયદાકીય પ્રોસીજર કરવી તેની સમગ્ર તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

