મોરબી-હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામમાં આવેલા સેગા સિરામિકમાં મજુરી કામ કરતા શનિ અરવિંદભાઈ પાટડીયા નામનો યુવાન લાંબા સમયથી પથરીની બીમારીથી પીડાતો હોય અને તેના કારણે અવાર નવાર અસહ્ય પેટમાં દુખાવો થતો અને આ પથરીના દુખાવાથી કંટાળી જઇ મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ગઇ સેગા સીરામીકની મજુર ઓરડીમા કોઇ ઝેરી જંતુનાશક દવા પી જતા ઝેરી દવાની અસર થઈ હતી જેથી ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સમર્પણ હોસ્પીટલ ત્યાથી મોરબી સીવીલ હોસ્પીટલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

