રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકો ખાનગી શાળામાં નિ શુલ્ક અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવે છે અને તેના ભાગરૂપે આ વર્ષે પણ પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. અને ગત તા 14 રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી 30 માર્ચ સુધી ચાલી હતી. 31 માર્ચ સુધીમાં જિલ્લામાં 4477 અરજીઓ આવી હતી જેમાંથી 1 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ઓનલાઈન અરજી બાદ તેની ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 6 થી 9 એપ્રિલ દરમિયાન મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અરજીની ચકાસણી પૂર્ણ કરી હતી અને 931 અરજી અધુરી માહિતી અથવા ડુપ્લીકશન કે અન્ય કોઈ કારણસર રદ કરવામાં આવી હતી હવે આજની સ્થિતિએ મોરબી જીલ્લામાં આર ટી ઈ માં પ્રવેશ મેળવવા 35 96 અરજી માન્ય રહી છે જેની સામે સીટ માત્ર 596 જેટલી જ રહી છે અને આં કારણ સર મોટા ભાગના છાત્ર આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત રહી જશે મોરબી જીલ્લામાં આ વર્ષે દર 6 બાળકે એક બાળકને પ્રવેશ મળશે જયારે બાકીના 5 બાળકોને આર ટી ઈ અંતર્ગત પ્રવેશ ન મળતા તેની પાસે હવે સરકારી શાળામાં પ્રવેશનો વિકલ્પ રહેશે અથવા જે વાલીઓ તેમના બાળકને ખાનગી શાળામાં અભ્યાસ કરવા માંગે છે તે શાળામાં ફી ચૂકવવી પડશે આરટીઈ હેઠળ અગાઉના વર્ષો કરતા આ વર્ષે સૌથી ઓછી બેઠક મળતા મોરબી જિલ્લાના મોટા ભાગના બાળકો પ્રવેશથી વંચિત રહેશે
ધોરણ 1 પ્રવેશ માટે હવે વય મર્યાદા અગાઉ 5 વર્ષ હતી જોકે નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષેથી ધોરણ 1 માં પ્રવેશ માટે લઘુતમ ઉમર વર્ષ 6 રાખવામાં આવી હતી જેના કારણે ગત વર્ષે મોટા ભાગના બાળકો 6 વર્ષ પૂર્ણ કરેલ ન હોવાથી અરજી ઓછી થઈ હતી અને તેના કારણે મોટાભાગની બેઠક ખાલી રહી હતી શાળાની મંજુર થયેલ જગ્યા કરતા અનેક જગ્યા ખાલી રહેતા આ વખતે નવી ઈન્ટેકનું કારણ આપી શાળાઓમાં આ જગ્યા મંજુર થઇ જેના કારણે જિલ્લામાં ગત વર્ષ કરતા અડધાથી પણ ઓછી જગ્યા જાહેર થઇ જેનું નુકશાન આ વર્ષે વાલીઓને થશે
દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં છાત્રોને પ્રવેશ મળતા મોટા ભાગના ગરીબ.ઓછી આવક વાળા પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળતા સરકારી શાળામાં છાત્રો પ્રવેશ મેળવનારની સંખ્યામાં ઘટાડો જોવા મળતો હતો જોકે આ વખતે સીટ ઘટાડાના કારણે તેમજ ખાનગી શાળાઓમાં થયેલા ફી વધારાના કારણે પ્રવેશથી વંચિત રહેતા બાળકો ફરી સરકારી શાળા તરફ વળશે જેના કારણે આગામી સત્રમાં સરકારી શાળામાં ફરી સંખ્યામાં વધારો જોવા મળે તેવી શક્યતા છે

