મોરબી જિલ્લામાં પોલીસનું અસ્તિત્વ સામે હવે દિન પ્રતિદિન પ્રશ્નો સર્જાઈ રહ્યા છે શહેરમાં ચોરી સરકારી મિલકતને નુકશાન વાહન ચોરી તેમજ ધોળા દિવસે ડીકીમાંથી રોકડ રકમની ચોરી ન થવાની ઘટના બનવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને બેથી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે મુદે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા રાજ્ય ગૃહ મંત્રીને પત્ર લખ્યો હતો અને મોરબી જિલ્લામાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાન પર લેવા રજૂઆત કરી હતી
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર એક એસટી બસમાં એક માથાભારે શખ્સ રોડ પર જાહેરમાં લાકડી લઈને રોડ માથે લીધો હતો અને એક એસટી બસ પર લાકડી ફટકારી નુકશાન પહોચાડ્યું હતું સદ નસીબે કોઈ મુસાફરને ઈજા પહોચી ન હતી આ આટલું ઓછું હોય તેમ ત્રાજપર ચોકડી પાસે એક સાથે ૬ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આં ઉપરાંત સૌથી મોટી ઘટના કહી શકાય કે એક વેપારી તેના ઘરેથી રૂપિયા લઈને દુકાને જવા નીકળ્યો રસ્તા માં લઘુશંકા કરવા ગયા જેવા વેપારી પરત ફર્યા એટલી વાર એક શખ્સ દ્વારા સ્કૂટરની ડીકી તોડી રૂ 1.60 લાખ સેરવી લીધા હતા ત્રણ મોટી ઘટના બનવા છતાં પોલીસે હજુ એફ આઈ આર નોધવાની પણ તસ્દી લીધી નથી આ ઉપરાંત અવાર નવાર વાહન ચોરીની ઘટના બનતી હોવા છતાં પોલીસ માત્ર અરજી લઇ સંતોષ માની લેતી હોય છે
મોરબી જીલ્લામાં પોલીસની નબળી કામગીરીના કારણે લોકોના જાન માલ અસુરક્ષિત બન્યા હોવાનું કારણ આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગૃહ મંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે