હળવદ તાલુકાના સુરવદર ગામમાં રેહતા અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણીની પુત્રીની અંકિત નામના શખ્સે છેડતી કરી હોવાથી અશોકભાઈએ તેને ઠપકો આપ્યો હતો જે અંગે અંકિતના પિતા મનસુખભાઈ તખુભાઈ દેસાઈ અને જતીન મનસુખભાઈ દેસાઈને સારું ન લાગતા તેમણે અશોકભાઈ ત્રિભોવનભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ધોકા વડે અશોકભાઈ પર હુમલો કર્યો હતો તેમજ છરી મારતા ગંભીર ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં પોલીસે જેતે સમયે ફરિયાદ આધારે બન્ને આરોપી પિતા પુત્રની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો પોલીસ ચાર્જ સીટ બાદ કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં તબદીલ થતા સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી દવે એ ફરીયાદી વતી દલીલો કરી હતી અને કેસને લગતા 10 મૌખિક અને 29 લેખિત દસ્તાવેજ રજુ કર્યા હતા અને કોર્ટે બન્ને પક્ષની દલીલો અને પુરાવાના આધારે આરોપી મનસુખભાઈ તખુભાઈ દેસાઈને ગુનેગાર સાબિત કરું 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી અને એક લાખ ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો જયારે બીજા આરોપી જતીનભાઈ મનસુખભાઈ દેસાઈ ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા થા

