મોરબી તાલુકાના રાજપરગામમાં રહેતા મહેશભાઈ મગનભાઈ મારવાણીયા ના 80 વર્ષીય માતા શાંતાબેન મગનભાઈ મારવણીયા પતિનું પણ 20 વર્ષ પહેલા અવસાન થયા બાદ એકલ વાયુ જીવન જીવતા હોય અને છેલ્લા કેટલાક દિવસથી ગુમ સુમ રહેતા હતા. એકલવાયા જીવનથી કંટાળી શાંતાબેને ગઈકાલે તેમના ઘરમાં રહેલ ઘઉંમાં નાખવાની ટીકડી પોતાની રીતે ખાઈ લેતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

