ભારત રત્ન અને બંધારણ ઘડવૈયા ડો બી.આર આંબેડકરની આગામી 14મી એપ્રિલના રોજ જન્મ જયંતી છે અને આં જન્મ જયંતીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં અનુસૂચિત જાતિ ના આગેવાનો અને સક્રિય કાર્યકરો દ્વારા દર વર્ષે. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર વણકર સમાજ ભવનથી મોરબી નગર પાલિકા કચેરી ખાતે રેલીનું તેમજ પાલિકા કચેરી ખાતે આવેલ ડો.આંબેડકરજી ની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. અને તેની સાથે સાથે તેમણે દેશના નિર્માણ માટે આપેલા યોગદાનને યાદ કરવામાં આવે છે.ત્યારે આં ગામી 14 એપ્રિલ પહેલા આયોજન વધુ ભવ્ય અને વિશાળ બનાવવા આયોજકો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આં રેલીમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તેવા પ્રયાસ કરવામાં આવે છે.ગત 4તારીખ નાં રોજ પાલિકા કચેરી ખાતે આવેલ ડો. આમ્બેડકર જીની પ્રતિમા ખાતે આયોજનને લઇ બેઠક મળી હતી અને કોઈપણ પક્ષપાત કે રાજકીય વાદ વિવાદ વિના અનું. જાતિના લોકો જોડાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનુ આગેવાનોએ જણાવ્યું હતું

