મોરબી જિલ્લામાં આવેલી 225 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી ત્રણ વર્ષ માટે ફી વધારો કરવા માટે મંજુરી માટે ફી રેગ્યુકેશન કમીશનની રાજકોટ ઝોન કચેરી ખાતે અરજી કરી હતી જે અરજીને મંજુરીની મહોર લાગી જતા આગામી સત્રથી વાલીઓને તેમના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા ફી વધારાનો બોજો આવશે.

2023 -24 ના શૈક્ષણિક વર્ષનો આખરી મહિના બાકી રહ્યો છે મોટા ભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરુ થઇ ગઈ છે તો પરીક્ષા બાદ એપ્રિલ મે મહિનામાં વેકેશન બાદ જૂન મહિનામાં નવા સત્રની શરૂઆત થશે નવા સત્રમાં વાલીઓને ફી વધારાનો ડામ લાગશે ખાનગી શાળાઓને ફી વધારા માટે ફી રેગ્યુલેશન કમિશનના રાજકોટ ઝોન દ્વારા અરજીઓ મગાવવામાં આવી હતી મોરબી જિલ્લામાંથી કુલ 225 ખાનગી શાળાઓ દ્વારા ફી વધારા માટે અરજી કરી હતી. 225 શાળામાં 136 પ્રાથમિક શાળા અને 89 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અરજી કરવામાં આવી હતી. જેનું ફી રેગ્યુલાઈઝેશન કમિટી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે ચેકિંગ બાદ મોરબી જિલ્લામાંથી આવેલા 225 અરજીને મંજૂરી આપવામાં આવી છે હવે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ અરજીને મંજુરીની મહોર મારી દેતા આગામી જૂન મહિનાથી શરુ થતા સત્રમાં ફી વધારો લાગુ થશે
જાણો મોરબી જિલ્લાની શાળાની મંજુર થયેલ ફી ની વિગત આ લિંક પરથી

