HomeGujaratમોરબીમાં બે સ્થળે જુગાર રમતા મહિલા સહિત 9 જુગારી ઝડપાયા, બે પત્તા...

મોરબીમાં બે સ્થળે જુગાર રમતા મહિલા સહિત 9 જુગારી ઝડપાયા, બે પત્તા પ્રેમી તો 7 કલાકમાં બે વાર પકડાયા !

મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર ગામની હદમાં મહિલાઓ અને પુરુષ સહિતના જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા દિલીપભાઇ ચોંડાભાઇ પાટડીયા, પુનમબેન દિલીપભાઇ પાટડીયા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 21,430 જપ્ત કરી હતી.
તો બીજા એક બનાવમાં મોરબી શહેરના વિશિપરામાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા વિશાલભાઇ ભુપતભાઇ બારૈયા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, રંજનબેન ભુપતભાઇ બારૈયા, મુમતાજબેન હસનભાઇ પીંજારા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને ઝડપી લીધા હતાં અને તેની પાસેથી રોકડા રૂપિયા 16600 જપ્ત કર્યા હતા જુગારની આ બન્ને ઘટનામાં પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જોકે બન્ને દરોડામાં અચરજ પમાડે એવી વાત એ રહી કે સંજય ઉર્ફે ચનો સવજી કુવારીયા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને 7 કલાકના ગાળામાં બે વાર જુગાર રમતા પોલીસની ઝપટમાં ચઢી ગયો હતો પ્રથમ વખત વિસીપરામાંથી રાત્રે 12 વાગ્યે જુગાર રમતા પકડાયા બાદ સવારે જામીન પર છૂટ્યા હતો જોકે આ જુગારીને જુગારનો એવો નશો ચઢ્યો કે છૂટ્યા બાદ ફરી એકવાર જુગાર રમવા બેસી ગયો પોલીસે ત્રાજપર પાસે દરોડો પાડ્યો અને જોકે આ સ્થળ પરથી ફરી એકવાર સંજય ઉર્ફે ચનો સવજી કુવારીયા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને ઝડપાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW