HomeGujaratપોલીસને પડકાર ! મંદિરો પણ ના રહ્યા સુરક્ષીત? પોલીસ પેટ્રોલિંગ સામે અનેક...

પોલીસને પડકાર ! મંદિરો પણ ના રહ્યા સુરક્ષીત? પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ જુઓ સમગ્ર મામલો

મોરબી જિલ્લામાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે એક તરફ પોલીસ દાવો કરી રહી છે કે પેટ્રોલિંગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ દાવાઓને ક્યાંકને ક્યાંક પોકડ સાબિત થઇ રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં ચોરીના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે માળિયાના હરિપર ગામમાં આવેલ રાજબાઈ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 42 હજાર રૂપિયાની પાઇપની ચોરી કરી ગયા હતા

મોરબી જિલ્લામાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારે હવે મંદિરોમાં પણ ચોરીને અંજામ આપતા જોવા મળી રહ્યા છે માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામમાં આવેલ રાજબાઈ માતા ના મંદિર પાસે અજાણા ચોરે મંદિરમાં જાતાળું માટે શેડ બનાવવા દાનમાં મળેલ 18000 રૂપિયાની કિંમતના 12 લોખંડના ગોળ પાઇપ જ્યારે લોખંડની ચોરસ પાઈપ 24 નંગ કિંમત ₹24,000 ની મળી કુલ 42 હજાર રૂપિયાના લોખંડના પાઈપની ખુલ્લી જગ્યા માંથી કોઈ અજાણા ચોર ઈસમ દ્વારા ચોરી કરી જતા હાલ બનાવ અંગે ગામના દેવાભાઈ જીવાભાઇ ડાંગરે માળીયા પોલીસપથમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં સતત વધી રહેલા ચોરીના બનાવોને ક્યારે રોકવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે આમ તો પોલીસ પેટ્રોલિંગ હાથ ધરે છે પરંતુ આ પેટ્રોલિંગ દરમિયાન કોઈ ગેરકાનુની પ્રવૃત્તિઓ ઝડપાયું હોય તેવા બનાવો ગણ્યા ગાંઠિયા જ સામે આવે છે પરંતુ ચોર દ્વારા પોલીસને જે પડકાર ફેંકવામાં આવે છે તે પડકારને પોલીસ ખરેખર જીલી અને આવા તત્વો વિરુદ્ધ ક્યારે આકરી કાર્યવાહી કરશે અને ક્યારે મોરબી જીલ્લોને ચોરી મુક્ત બનાવશે તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW