વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળદેવોને વિદાય માટેનો કાર્યક્રમ “દિક્ષાંત સમારોહ” યોજાઈ ગયો. વિદાય એ વસમી હોય છે. વર્ષોથી આ શાળામાં ભણતા બાળકો શાળામાંથી વિદાય લઇ પોતાનું ભવિષ્ય ઉજવળ કરવા આગળ વધે એવી ભાવના સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં નાના ભૂલકાઓ દ્વારા ગીત,ડાન્સ અને વક્તવ્ય રજૂ કરાયા.આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરેલ. શાળા પરિવાર વતી તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. તો સામે પક્ષે બાળકો એ પણ શાળાનું ઋણ ચૂકવવા શાળાને અલગ અલગ પ્રકારના માઈક આપી ઋણ ચૂકવ્યું.SMC અને ગ્રામજનો અને વાલીઓની હાજરી વચ્ચે ના કાર્યક્રમ સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો તત્પર હતા. કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર વતી તમામ બાળકોને શિખંડપુરી નું ભોજન કરાવ્યું. અંતે બાળ દેવો ભવ ના નારા સાથે સૌ અલગ થયા.