મોરબીના રામપર પાડાબેકર ગામના વતની અને હાલમાં અમદાવાદ રહેતા દયાલજીભાઈ માધવજીભાઈ જાવિયાને ભુપતભાઈ દેવજીભાઈ જાવિયા સાથે અગાઉ નું મનદુઃખ ચાલતું હોય અને તેની સાથે બોલતા ના હોય તેમજ ભીખુભાઈ તેમના ભાઈ ભુપતભાઈ સાથે બોલતા ના હોય અને તેઓ દયાલજીભાઈના ઘરે આવી રોકાયેલ હોય અને તેમના માતાનો જમણવાર ગામમાં કરવાનો હોય જે આરોપી ભુપતભાઈને સારું નહિ લાગતા જેનો ખાર રાખી આરોપી ભુપતભાઈ એ ગાળો આપી લાકડી વડે માર મારી ઝપાઝપી કરી બોલાચાલી ઝધડો કર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

