મોરબી નગરપાલિકા કચેરીના પાછળના ભાગે આવેલી વર્કશોપ જાણે ભંગાર વાળો અને અઆવારાતત્વો નો અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ બની ગઈ છે ઠેર ઠેર ભંગાર થઇ ગયેલા વાહનો અને તેમાં કચરાના ઢગલા ખડકાયેલ છે આટલું ઓછું હોય તેમ આ વર્ક શોપ માં વિદેશી દારૂની બોટલ મળી આવી આવતા જાણે આ વિદેશી દારૂનો અડ્ડો હોય તેવું સ્થિતિ બની ગઈ છે ગઈ કાલે મોરબી આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, કાર્યકારી મહામંત્રી ભાવીન પટેલ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઇક્બાલભાઈ તથા આમ આદમી પાર્ટીના સાથી યુવા કાર્યકર્તાઓ આ પાલિકા કચેરીએ પહોચ્યા હતા અને ત્યાં વર્કશોપની સ્થીતિ નો તાગ મેળવ્યો હતો તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ સ્થળ મોરબી નગરપાલીકાનુ વર્કશોપ નહી પણ જાણે દારૂનો અડ્ડો હોય અને દારૂડિયાઓ માટે ખાલી દારૂઓની બોટલ સાચવતુ એક સ્થળ હોય તેવી સ્થીતી બની છે. મોરબી નગરપાલીકાના વાહનો સળી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલીકા દ્વારા ભંગારની હરાજી કરી વેચવામા આવેલ નથી. મોરબી નગરપાલીકાનુ વર્કશોપ કચરા તથા મણસોની મુતરડીનુ એક સ્થળ છે.
પાલિકાના આ વર્કશોપ જોઈ તેઓએ પાલિકા ના વહીવટદારને પ્રશ્ન કર્યા હતા કે મોરબી નગરપાલીકા તેમના ગ્રાઉન્ડની પણ યોગ્ય જાળવણી નથી કરી શકતું તો તે મોરબી શહેરની જાળવણી કેવી રીતે કરશે શુ મોરબી નગરપાલીકા મહાનગરપાલીકામા રૂપાંતર થયા પછી પણ આવી જ દશા રહેશે આનો જવાબ હવે તો ભવિષ્ય જ બતાવશે.