મોરબીથી સિમેન્ટની બેગ ભરીને નીકળી માળિયા તાલુકાના વેજલપર ગામ તરફ જતા ટ્રકના ચાલક ટ્રક લઈને નીકળતો હતો તે વખતે મોરબી -માળિયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસેકોઈ વાહન દ્વારા અચાનક ટર્ન લેતા ટ્રક ચાલકે તેને બચાવવા જતા ટ્રકને બ્રેક મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી મારી ગયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી રોડ પરથી પસાર થઇ રહેલા અન્ય વાહન ચાલકોના જીવ પણ થોડીવાર માટે અદ્ધર થઇ ગયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાન હાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો બનાવની જાણ થતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

