રાજ્ય સરકાર દ્વારા વર્ષે ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકો ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકાર દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે આં વર્ષે પણ તા 14થી 26 તારીખ સુધી ઓનલાઈન વિગત મગાવવા માં આવી હતી જેની મુદત આજે પૂર્ણ થઈ રહી હોય, શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.30 સુધી લંબાવવામાં આવી છે.
RTE હેઠળ તા. 14 થી તા. 26 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે 13 દિવસનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ હતી. જે ધ્યાને લઈ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 30 માર્ચ 20 24 રાત્રીનાં 12 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. હવે આગામી તા. 27 થી 30 માર્ચ 2024 દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ https://rte orpgujarat.com/ પર જઈ અરજી કરી શકાશે

