HomeGujaratમોરબી એસટીના કર્મચારીઓ દ્વારા હોળી ધુળેટીના તહેવારમાં ઘરે જતા શ્રમિકોને ફૂટ પેકેટની...

મોરબી એસટીના કર્મચારીઓ દ્વારા હોળી ધુળેટીના તહેવારમાં ઘરે જતા શ્રમિકોને ફૂટ પેકેટની વ્યવસ્થા કરી સેવા પૂરી પાડી

સેવા એ જ પરમો ધર્મ આ સૂત્રને સાર્થક મોરબીના એસટીના કર્મચારીઓ કરી બતાવ્યું હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે મોરબી થી હજારો શ્રમિકો પોતાના વતનમાં જઈ રહ્યા છે ત્યારે મોરબી એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા અનોખી સેવા હાથ ધરી હતી અને તમામ શ્રમિકોને ફૂટ પેકેટ સહિત ઠંડા પાણીની વ્યવસ્થા કરી સેવાનો ભેખ ધારણ કર્યો હતો

મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા બે દિવસ થયા પોતાની નોકરીની સાથે સાથે એસટી ના કર્મચારીઓએ હોળી ધુળેટી ના તહેવાર નિમિત્તે પોતાના વતન દાહોદ ગોધરા સહિત અન્ય શહેરો તેમજ રાજ્યોમાં જતા શ્રમિકોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે પોતાના ખર્ચે એસટી કર્મચારીઓ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી અને તમામ શ્રમિકોને ફૂટ પેકેટનું વિતરણ કરી અનોખી સેવા કરી હતી. છેલ્લા બે દિવસની અંદર જો ફૂડ પેકેટની વાત કરવામાં આવે તો ગઈકાલે 1500 જેટલા ફૂટ પેકેટ વિતરણ કરી તમામ શ્રમિકોને પોતાના વતન એસટી મારફતે છતાં સમયે વિતરણ કર્યા હતા જ્યારે આજરોજ 900 જેટલા ફૂટ પેકેટ વિતરણ કરી અને તમામ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થાઓ કરી આપી હતી

મોરબી નવા એસટી ડેપો ખાતે રતિલાલ ઝાકાસણીયા, મુળુભાઇ કુંભારવાડીયા, રાજુભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ કાવર, નિર્મલભાઇ કાનગડ સહિતના એસટી કર્મચારીઓએ સેવાનો ભેગ ધારણ કરી તમામ શ્રમિકોને ફૂટ પેકેટનું વિતરણ કર્યું હતું એસટી ડેપો મેનેજર તેમજ મુસાફરો દ્વારા પણ આ તમામ એસ.ટી.ના કર્મચારીઓને સેવા બદલ બિરદાવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW