મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા લાલપર ગામની હદમાં આવેલા લાલપર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં આવેલા શાનવી ટ્રેડીંગ નામની પેઢીની આડમાં ચાલત વિદેશી દારૂના ગુનાનો ભેદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉકેલ્યો હતો મંગળવારે મોડી રાત્રે એસ એમસીની ટીમે દરોડો પાડી ગોડાઉનનથી રૂ.1.51 કરોડની કિમતન 3210 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લીધા હતા અને તેની આ ગુનામાં કુલ રમેશ પુંજાભાઈ ધનાભાઈ પટણી , ખિયારામ ઉર્ફે ખીવરાજ સોનારામ પ્રભુરામ જાટ, ઉમર, ગંગાપ્રસાદ રામપ્રતાપ રામપ્રકાશ કેવત, મુકેશભાઈ માલાભાઈ માપાભાઈ ગમારા, જગસૈન હરિલાલ રામકુમાર કેવટ, શિવકરણ નર્મદાપ્રસાદ દયાશંકર કેવટ, આકાશ સત્યનારાયણ જગનારાયણ,સતેન્દ્ર કુમાર રામમિલન રામશ્ય કેવત, વિનોદકુમાર દુર્જનલાલ, રવિશંકર રામલખાન મોતીલાલ કેવટને ઝડપી લીધા હતા જયારે અન્ય 11 આરોપીઓના પણ નામ ખુલતા પોલીસે ઝડપાયેલા આરોપી ઉપરાંત જીમીત શંકરભાઇ પટેલ, ભરતભાઇ,રાજારામ, યુ.બી.બેનીવાલ, મેહુલ ,રાજુ મુસ્લીમ
જીજે19એડી1950 વાહનના માલીક , GJ 36 V 1844 વાહનના માલીક , GJ36 V 7590 વાહનના માલીક, RJ19GE5828 વાહનના માલીક, Gj01 JT 7821 વાહનના માલીક સહિતના કુલ 22 આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

