મોરબી જિલ્લાના મુખ્ય યાર્ડ એવા મોરબી અને હળવદ યાર્ડ માં માર્ચ એન્ડીંગ ને પગલે હિસાબ કામગીરી ને ધ્યાને લઇ આગામી 23મી માર્ચથી 31 માર્ચ સુધી અનાજ વિભાગમાં બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે 1 એપ્રિલથી ફરી જિલ્લાના યાર્ડમાં ફરી અનાજ વિભાગ શરુ થશે.
મોરબીના મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જનરલ કમિશન એજન્ટ ભાઈઓ,ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓને જાણ કરવામાં આવી છે કે તા.23 થી 31 માર્ચ દરમિયાન યાર્ડમાં અનાજ વિભાગમાં રજા રહેશે. 22 માર્ચ ને શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી જ આવક ચાલુ રાખવા દેવામાં આવશે. ત્યારબાદ આવક બંધ કરી દેવાશે. 23 માર્ચ ને શનિવારે પેન્ડિંગ માલની હરરાજી લેવામાં આવશે. 31 માર્ચ ને રવિવારના રોજ બપોરે 4 વાગ્યાથી આવક ફરીથી શરૂ કરવામાં આવશે અને 1 એપ્રિલ ને સોમવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ થશે

હળવદ યાર્ડમાં પણ આગામી 23થી 31 માર્ચ દરમિયાન યાર્ડમાં હરરાજી બંધ રાખવામાં આવી છે હોળી પર્વ તેમજ માર્ચ એન્ડીગ હોય જેથી હિસાબી કામગીરીને ધ્યાને લઇ યાર્ડ 9 દીવસ સુધી બંધ રાખવામાં આવતા ખેડૂતોને 9 દિવસ તેની જણસ ન લાવવા સુચના આપવામાં આવી છે

