Thursday, July 4, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની આળસ કે પછી હપ્તાખોરી એક પછી એક smc...

મોરબી જિલ્લા પોલીસની આળસ કે પછી હપ્તાખોરી એક પછી એક smc ના દરોડા તેમ છતાં એસપી હજુ સુધી એક્શન મોડમાં નહીં

મોરબીમાં ફરી એક વખત એસએમસીના દરોડા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આમ તો છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર નશાનો કાળો કારોબાર તેમજ અન્ય નાની મોટી ગેર કાયદેસર પ્રવૃત્તિ ની ઘટના વધી રહી છે. સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વાળાની કામગીરી ઉપર અનેક સવાલો ઉદભવી રહ્યા છે તેના જીવતા જાગતા ઉદાહરણો એક પછી એક સામે આવી રહ્યા છે જે પ્રકારે મોરબીની અંદર નસીલી સિરપ દારુનો જથ્થો કે પછી પોલીસ જ ડીઝલ ચોરી કરતી ઝડપાઈ રહી છે ત્યારે જિલ્લા પોલીસવાળાની કામગીરી અનેક સવાલો ઉદભવી રહ્યા છે મોરબી જિલ્લામાં જાણે ગુનાખોરી સતત વધી રહી છે અનેક જગ્યાઓ પર જાણે ગુનેગારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ કરી રહ્યા છે અને પોલીસની રહેમ નજર હેઠળ કે પછી પોલીસને હપ્તા આપીને જાણે ગુનેગારો પોતાના ગેરકાયદેસર ધંધાઓને અંજામ આપતા હોય તે પ્રકારની સ્થિતિ મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે.મોરબી જિલ્લાના વીરપરડા ગામ પાસે પોલીસ કર્મચારી સહિત અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી અને બેફામ રીતે ડીઝલ વેચતા હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરની ટીમ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી. તો હળવદ પંથકમાં થી મોટા પાયે વિદેશી દારૂ પકડી પડ્યો હતો હજુ આં ઓછું હોય ત્યાં ફરી એકવાર મોરબી ની અંદર સતત નો જથ્થો મોટી માત્રા ની અંદર ઝડપી પાડવામાં આવી રહ્યો છે.

ત્યારે હાલ લાલપર ગામ પાસે આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ની અંદર મોટી માત્રા ની અંદર દારૂના જથ્થાનું કટીંગ થવાનું હતું તે સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતીસ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ની અંદર મસમોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. લાલપર ગામ પાસે આવેલ સાનવી ટ્રેડિંગમાં દારૂનો જથ્થો કટીંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ત્રાટકી હતી અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કામગીરીમાં અંદાજિત 1500 થી વધારે દારૂની પેઢી ઝડપાય છે જેમાં બે મોટા ટ્રક બે ઈટીલીટી તેમજ એક આઇઝર અને એક હોન્ડા સિટી કાર પણ આ ગોડાઉન ની અંદર થી હાથે લાગી છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ દ્વારા તમામ જથ્થો જપ્ત કરી અને ગણતરી કરવાની કામગીરી હાથ ધરી છે

જોકે સ્થાનિક પોલીસને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ દરોડા ની અંદર જોડાઈ હતી જોકે આ કામગીરી મોડી સવાર સુધી ચાલે તેવી શક્યતા હાલ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગણતરી બાદજ ચોક્કસ જથ્થાની અને આની પાછળ કોણ છે તેની માહિતી સામે આવી શકે એમ છેઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબી જિલ્લાની અંદર એક બાદ એક ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે આવી છે ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કામગીરી કરી અને મોરબી પોલીસને વામણી સાબિત કરી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ દરોડા ની કામગીરીથી મોરબી પોલીસ ઉપર કેવી અસર પડે છે કે પછી ગૃહ વિભાગ દ્વારા મોરબી પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી હજુ પણ આવનારા દિવસોની અંદર મોરબીમાં આવી ગેરકારોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે તે તો હવે ગૃહ વિભાગના જ આધાર ઉપર નજર છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW