HomeGujaratમોરબીમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ, ઠેર ઠેર અડિંગો જમાવતા હોવા પકડવામાં ન...

મોરબીમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ, ઠેર ઠેર અડિંગો જમાવતા હોવા પકડવામાં ન આવતા શહેરીજનો હાલત કફોડી

મોરબીમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ, ઠેર ઠેર અડિંગો જમાવતા હોવા પકડવામાં ન આવતા શહેરીજનો હાલત કફોડી

આખલા યુદ્ધની વખતોવખત જાહેરમાં લડાઈથી જીવનું જોખમ વહેલી તકે ઢોર પકડવા પાલિકામાં સામાજિક કાર્યકરની રજૂઆત

સીરામીક નગરી તરીકે વિશ્વ વિખ્યાત મોરબી ઘણા સમયથી સમસ્યાનું ઘર બની ગયું હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામા તંત્ર ભારે ઢીલી નીતિ કરતું હોય અને ખાસ તો એક પ્રજાના સેવક તરીકે તંત્રના અધિકારીઓ જે તે સમસ્યાની ફરિયાદ મળે કે તુરત એ ગુમડાની ચિકિત્સા કરી લોકોને રાહત આપવાને બદલે એટલી હદે બેદરકારી દાખવે છે કે, શહેરમાં ગટર, રઝળતા ઢોર, કચરાના ગંજ સહિતની ગંદકી જોયને શહેરના તમામ નાગરિકોને તંત્ર પ્રત્યે ભરોસો ઉઠી જાય અને અધિકારીઓ ઉપર નફરતની આંધી ઉઠે છે.

મોરબી શહેરની અંદર અને બહારના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા હોય કે રહેણાંક વિસ્તાર ઠેરઠેર રઝળતા ઢોરનો અડીગો જમાવીને બેઠા રહે છે. હાઈ કોર્ટ દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પકડી તેને યોગ્ય સ્થળે રાખવા તેમજ માલિકીના ઢોરનું રજિસ્ટ્રેશન કરવા ટકોર કરી હોવા છતાં મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર કોર્ટના આદેશને પણ જાણે ઘોળી પી ગયા હોય તેમ રખડતા ઢોર પકડવા કોઈ નક્કર કામ કર્યું નથી જેના કારણે શહેરના હાર્દ સમાન નહેરુ ગેઇટ ચોક, સોની બજાર, ગ્રીન ચોક, શાક માર્કેટ, નહેરુ ગેઇટ ચોકથી છેક નગરપાલિકા કચેરી ગાંધી ચોક, લખધીરવાસ, વાવડી રોડ, શનાળા રોફ, સામાકાંઠાના દરેક વિસ્તારોમાં સહિત શહેરની દરેક શેરી ગલીઓમાં મોટી સંખ્યામાં રઝળતા ઢોરનો ત્રાસ હોવાથી આ દરેક જગ્યાએ ક્યારે આખલા યુદ્ધ થાય એ નક્કી જ હોતું નથી. રઝળતા ઢોરો ઘણી વખત એટલી હદે બુલ ફાઇટ કરે કે, જેને જોઈને સ્થાનિક લોકોમાં ભારે ગભરાહટ વ્યાપી જાય છે. અનેક વખત આખલાઓના દંગલથી અનેક લોકો ફગોળાઈ જાય છે અને તેને ગંભીર ઇજાની સાથે મોત પણ થાય છે. આમ છતાં તંત્ર રખડતા ઢોરને પકડવાનું કામ ન કરતા લોકોની સલામતી રામભરોસે થઈ ગઈ છે.

રઝળતા ઢોરને પાંજરાપોળમાં ખસેડયા બાદ આ પરિસ્થિતિ વકરી

રઝળતા ઢોર પ્રશ્ને અગાઉ નગરપાલિકાની બોડી હરકતમાં આવી હતી અને પાલિકાની આ બોડીએ જીપ સાથે પશુઓને લઈ જવાનું મોટું લોખડનું સાધન વસાવી શહેરમથી રઝળતા ઢોરને આ ટિમ દ્વારા મહામહેનતે ઉપાડી પંચાસર રોડ ઉપર નદીઘર બનાવીને આવા ખુટિયાઓને પકડી પકડીને એક પછી એક એમ 500 જેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા. પણ આ નદીઘરને નિભાવવા માટે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ હોવાથી નદી ઘરને બંધ કરીને બધા પશુઓને પાંજરાપોળમાં મોકલી દીધા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW