વાંકાનેરના અરણી ટીબા ગામમાં રહેતા મેહુલભાઇ રાયસીંગભાઇ પરમારે તેમના જ ગામના ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી 2016 મા 40,000 તથા 2021મા રૂ.60,000 એમ મળી કુલ રૂ. 1 લાખ વ્યાજે લીધેલ હોય જે બાદ તેઓ પરિવારીક કારણસર વ્યાજ ન ભરી શકતા ધર્મેન્દ્રસિહે તું વ્યાજ ભરતો નથી તારે તારી જમીન વેચવી હોય તો કે જે મારા સબંધીને ખરીદવી છે જેથી મેહુલભાઈ જમીન વેચવા રાજી થઇ જતા તેના મીતાણાના રામદેવસિંહ પાસે રૂ 79 લાખમાં જમીનના સાટા ખત થયા હતા પણ તેને માત્ર 34 લાખ જ આપ્યા હતા તેમ એક લાખ વ્યાજે આપેલા હતા તે વાળી લીધા હતા જોકે બાદમાં મેહુલભાઈ હિસાબ પૂરો કરી બાકીની રકમ આપી દેવાનું કહેતા આરોપી ધર્મેન્દ્રસિંહ ગુસ્સે થઇ ગયો હતો અને 1 લાખનું રૂ 29 લાખ જેટલુ વ્યાજ થયા હોવાનું જણાવતા મેહુલભાઈના પગનીચેની જમીન સરકી ગઈ હતી આરોપી ધર્મેન્દ્રસિહે તેના દીકરાના લગ્ન હોય લગ્ન બાદ હિસાબ આપશે અને હવે બીજી વાર હિસાબા લેવા આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મેહુલભાઈ આરોપી ધર્મેન્દ્ર સિંહ અને તેના પુત્ર જયદીપસિહ ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોધાવી હતી
આ જ આરોપી પિતા પુત્ર સામે તેના જ ગામ રહેતા રીટાબેન ગોરધનભાઈ માંડવીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી જે મુજબ રીટાબેનના પતિને કેન્સર બીમારી થતા પતિની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી ગામના ધર્મેન્દ્રસિહ પાસેથી 20 હજાર 5 ટકા વ્યાજે લીધા હતા જે બાદ તેના વ્યાજ સહીત રૂ 39 હજાર જેટલી રકમ ગણી હતી જે પૈકી 3 હજાર રીક્ષા ભાડાના ગોરધનભાઈને લેવાના હતા પરતું તે હિસાબમાં ગણતા બાકીના 36 હજાર ચૂકવી દીધા હતા તેમ છતાં આરોપીઓએ રૂપિયા 3000 હજાર પાછા માગ્યા હતા જયારે રીટાબેને હિસાબ અંગેની વાત કરતા તેમણે લઈ લીધા હોય હવે વધારે રૂપિયા આપવાના નથી થતા તે મ કહેતા આરોપી પિતા પુત્રે ધમકી આપી હતી

