HomeGujaratવાંકાનેરના પંચાસરમાં સસ્તા અનાજ દુકાનમાં ગેરરીતી કરનાર દુકાનદારને કલેકટરે રું.1.61 લાખનો દંડ કર્યો

વાંકાનેરના પંચાસરમાં સસ્તા અનાજ દુકાનમાં ગેરરીતી કરનાર દુકાનદારને કલેકટરે રું.1.61 લાખનો દંડ કર્યો

મોરબી જિલ્લામાં ચાલતી સસ્તા અનાજ ની દુકાનોમાં ગેર રિતીની ઘટના સામે આવતી હોય છે જે બાબતે રાશન કાર્ડ ધારકોની ફરિયાદ ઉઠતી હોય છે તો ક્યારેક સ્થાનિક તંત્ર દ્વારા ઓચિંતું ચેકીંગ કરતા હોય છે અને ગેર રિતી કરતા દુકાન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે આં કાયૅવાહીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના પંચાસર ગામે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ બાબતે તપાસણી કરવામાં આવી હતી .  સસ્તા અનાજના વેપારીની દુકાનની તપાસ દરમિયાન  હાજર સ્ટોક અને હિસાબી સાહિત્ય વચ્ચે ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ આવતા આ અંગેનો કેસ કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાનેરું. 1.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે સસ્તા અનાજના વિક્રેતા ઇશદિ યુનુશભાઈ સિપાઈ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદને આધારે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ સબબ તપાસણી કરવામાં આવતા ઓનલાઇન ફિઝિકલ જથ્થા સસ્તા અને હાજર જથ્થા વચ્ચે તફાવત આવતા ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ મામલે કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજના વિક્રેતા ઇશદિ યુનુશભાઈ સિપાઈને રૂપિયા 1,61,585નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW