મોરબી જિલ્લાના 4 તાલુકા માં ધો૨ણ 10ની 45 મ ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહના 9 બિલ્ડીંગ ધોરણ 12 સમાન્ય પ્રવાહના 26 બિલ્ડીંગમાં લેવાશે પરીક્ષા
શૈક્ષણિક કારકીર્દી માટે અગત્યની ગણવામાં આવતી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા તા 11 માર્ચ એટલે કે સોમવારથી શરુ થશે. મોરબી જિલ્લાના ધોરણ 10 -12 ના કુલ 21 9 64 છાત્રો તેની કાર કીર્દીની પરીક્ષા આપવા તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે અને ઉત્સાહ પૂર્વક આ પરીક્ષા આપવા જશે તો બીજી તરફ મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ બોર્ડ પરીક્ષા શાંતિ પૂર્ણ હાલતમાં પૂરી થાય તેમજ છાત્રોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે તમામ પરીક્ષા કેન્દ્રના ફાળવેલા બિલ્ડીંગમાં બ્લોક માં બાળકોને બેસવા કોઈ અગવડ ન પડે તેમજ પરીક્ષા દરમિયાન અન્ય કોઈ મુશ્કેલી ન પડે તેન ખ્યાલ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે મોરબી જિલ્લામાં પરીક્ષા સ્થળ બ્લોક તેમજ તેને લગતા સ્ટાફ ફાળવણી કરવામાં આવી ચુકી છે તો બોયઝ હાઇસ્કુલ ખાતે કન્ટ્રોલરૂમ અને ઝોનલ રૂમ પણ તૈયાર કર્યો છે
આ વખતે ધોરણ 10ના 12 765 છાત્રો નોધાયેલા છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 1932 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 7257 છાત્રો નોધાયા છે . પરીક્ષા કેન્દ્ર અને બ્લોકની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે કુલ 10 કેન્દ્ર ના 45 બિલ્ડીંગ અને 442 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 3 કેન્દ્રના 9 બિલ્ડીંગ પર99 બ્લોક ફાળવણી કરાઈ છે આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહના 26 બિલ્ડીંગના 239 બ્લોકમાં છાત્રો પરીક્ષા આપશે દરેક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાને લગતું સાહિત્ય સમયસર પહોચાડવા અધિકારીની નિમણુક કરવામાં આવી છે
દરેક પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત ફાળવાયો 144 લાગુ કરાઈ
બોર્ડ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તતેમજ કેન્દ્ર આસપાસ કાયદો વ્યવસ્થા સ્થિતિ કથળે નહી તે માટે દરેક કેન્દ્ર બહાર એ એસ આઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ જીઆરડી સહિતના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો છે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર આસપાસ કલમ 144 લાગુ કરી બિન જરૂરી રીતે 4થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે કેન્દ્ર આસપાસ કોઈ પણ પ્રકારની સભા સરઘસને પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે
58 દિવ્યાંગ બાળકો આપશે પરીક્ષા
મોરબી જીલ્લામાં આ વર્ષે ધોરણ 10ના 39 છાત્રો, ધોરણ `12 વિજ્ઞાન પ્રવાહના 4 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15 બાળકો દિવ્યાંગ મળી કુલ 58 છાત્રો દિવ્યાંગ નોધાયા છે 58 છાત્રોને અગવડતા ન પડે તે માટે દરેક કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લોક ફાળવણી કરાઈ છે

