HomeGujaratમોરબી સામખિયાળી હાઈવે પર નકલી ખનીજ વિજલન્સ સક્રીય ટ્રક ચાલક પાસેથી...

મોરબી સામખિયાળી હાઈવે પર નકલી ખનીજ વિજલન્સ સક્રીય ટ્રક ચાલક પાસેથી ઉઘરાણી કરાઈ

રાજ્યમાં અવાર નવાર નકલી અધિકારી અને નકલી કચેરી જાણે સરકારનો પીછો છોડવાનું નામ લઇ રહ્યું ન હોય તેમ લાગે છે અવાર નવાર સામાન્ય લોકો સાથે આવી નકલી અધિકારીઓ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. કેટલીક વાર આવા નકલી અધિકારી બની ફરતા તત્વોને અસલી અધિકારીઓના પણ જાણે આશીર્વાદ મળતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે કચ્છના સામખિયાળી-મોરબી હાઇવે પર બોગસ ખાણ ખનિજ વિજિલન્સના નામે તોડ કરતી ગેંગ સક્રિય થઇ છે અને આ ગેંગે એક ડમ્પર ડ્રાઇવરને ધાક ધમકી કરીને 6 હજાર પડાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માળિયા પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ નકલી અધિકારી કેદ થયો છે. કચ્છમાંથી એક ડમ્પર તા.09-03-2024ના ડ્રાઇવર માટી ભરીને મોરબી જઈ રહ્યો હતો.

ત્યારે સૂરજબારી પુલ પાર કરતી વેળાએ રાત્રે 2.30 કલાકે એક જીજે 24 એક્સ 5698 ટેક્સી પાસિંગ નંબર વાળી સ્વીફ્ટ ડિઝાઇર ડમ્પરની આગળ માર્ગ વચ્ચે આવીને ઉભી રહી ગઇ હતી. આ ગાડીમાંથી ઉતરેલા શખ્સે પોતાને ગાંધીનગર ખાણ ખનિજ વિજિલન્સના અધિકારી તરીકેની ઓળખ આપીને ડમ્પરના ડ્રાઇવર પાસેથી મોબાઈલ ઝુટવીને કહ્યું હતું કે, ગાડી પોલીસ સ્ટેશને લઈ ચાલ ત્યારે ડ્રાઇવરે દસ કિ.મી. સુધી કહેવાતા અધિકારીના કહેવા મુજબ ડમ્પર આગળ ધપાવ્યું.

પરંતુ પોલીસ સ્ટેશનના બદલે અન્ય જગ્યાએ હાઇવે પર ડમ્પર ઉભું રખાવીને દસ હજારની માંગણી કરતા ડ્રાઇવરે કહ્યું કે, ગાડીની રોયલ્ટી અને પુરા કાગળો છે. જે સાંભળી કહેવાતા અધિકારીએ ધાક ધમકી કરતા ડરી ગયેલા ડ્રાઇવરે ડમ્પરના માલિકને ફોન કરતા વિજિલન્સનું નામ સાંભળતા તેમણે પણ ડરી જઇ 6 હજારમાં માંડવાણ કરીને માળિયા પાસે આવેલા એક પંપ પર ફોન પે મારફતે રૂપિયાનું ચુકવણું કરતાં ગાડી છોડાવી હતી. બોગસ વિજિલન્સ અધિકારીએ જયારે ડ્રાઇવરને ફોન પરત કરતાં ડ્રાઇવરે સમગ્ર હકીકત ડમ્પર માલિકને જણાવતા માળિયા પેટ્રોલ પંપ પર જઈને તપાસ કરાઇ હતી ત્યારે આ શખ્સ કોઇ વિજિલન્સ નહીં પરંતુ બોગસ ગેંગ હોવાનું બહાર આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW