માળિયા તાલુકાના ખાખરેચી ગામની હદમાંથી પસાર થતી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનની કોયલી કંડલા રૂટની પાઈપ લાઈન અચાનક લીકેજ થઇ હતી અને એક વ્યક્તિને ઈજા પણ પહોચી હતી જે અંગે ના સમાચાર કન્ટ્રોલ રૂપ સુધી પહોચતા મોરબી જિલ્લા વહીવટી તંત્રની ટીમ દોડતી થઇ હતી અને જેમાં આઈઓસીએલના જીએમ મનોજ ગુપ્તા, ડીજીએમ ગોખલે, ડીપીઓ કોમલબેન મહેરા તેમજ પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયરની ટીમ, સીઆઈએસએફની ટીમ સ્થળ પહોચી હતી જે બાદ સ્થળ પર લાઈન રીપેરીંગ ઓપરેશન કરવામ આવ્યું હતું લાઈન રીપેરીંગ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયોહતો જોકે આ આખી ઘટના મોકડ્રીલનો ભાગ હોવાનું સામે આવ્યું હતું

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ પશ્ચિમી ક્ષેત્ર વિરમગામ ઓફસાઈડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો હેતું સંકટ સમયે પાઈપ લાઈન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ છે તેનો ડેમોટ્રેશન કરાયું હતું. જેમાં આઈઓસીએલના અધિકારીઓ સાથે ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં ગ્રામજનોને પાઈપ લાઈનમાં આગ લાગે તો શું સતર્કતા દાખવવી તે અંગે જણાવવામાં આવ્યું હતું. વધુમાં આગ લાગેલી જગ્યા પર આઈઓસીએલના ફાયર વિભાગ દ્વારા ફોમ(ફીણ)નો મારો કરી આગ બૂઝાવવામાં આવી હતી.

તો સાથે આ ઘટના દરમિયાન કોઈ ઈજાગ્રસ્ત થાય તો આરોગ્ય વિભાગ દ્વારા કેવીરીતે કામગીરી કરવી સાથે ઘટનાની પોલીસને કેવી રીતે જાણકારી આપવી અને ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ કેટલીવારમાં ઘટના સ્થળે પહોંચે તે લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાસ્કરભાઈ જોશી તથા સંદીપ કુમારે ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રોગ્રામ માં મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

