હળવદ શહેરમાં આવેલી સરસ્વતી શિશુ મંદિર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત અને વાલીઓ સાથે સંવાદોત્સવ ભૂલકા મેળો 2024નું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તાલુકાના આશા બહેનો તેમજ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તો સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજુ કરીને આમંત્રિત મહેમાનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. તો સાથે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, બાળ વિકાસ વિભાગના ચેરમેન લીલાબેન રવજીભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઝીંઝુવાડીયા, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, આઈસીડીએસ વિભાગના અધિકારી મમતાબેન રાવલ, અમૃતભાઈ સંઘાણી સહિતના હાજર રહ્યાં હતા અને આ ભૂલકા મેળાનું સફળ આયોજન કર્યું હતું.

